બહુ વખતે લખવાનુ મન થયુ. અહી દ્વારકધીશના મન્દિરમા કથા શરુ થયી. થોડી જિગ્નાસા, થોડી ભક્તિ અને વધારે તો બીજી કોઇ પ્રવ્રુત્તિનો અભાવ, અમે કથામા જવાનુ નકી કર્યુ.પહેલા ક્યારેય કથા સામ્ભળી નહોતી એટલે થોદુ કુતૂહલ હતુ અને સાથે ડર પણ હતો કે મારી અધીરવ્રુત્તિ એકચિત્તે ૩-૪ કલાક બેસવા દેશે કે નહિ.
પણ ૨ દિવસ કથામા ગયા પછી એમ ચોક્કસ લાગ્યુ કે, અમારો નિર્ણય સાચો હતો. એમ નથી કે, કથામા કહેલી દરેક વાત સાથે હુ સહમત છુ, પણ ત્યા જે કૈ સામ્ભળ્યુ, એ તમને વિચારતા કરી મૂકે એ નક્કી.એટ્લુ જ નહી, કથાકાર મહારાજ્ની ઉમ્મર મત્ર ૨૨ વરસની હતી. તમારાથી આટલી નાની વયવાળુ, તમને ભગવાન, ધર્મ અને જીવન વિશે ગૂઢ વાતો કરે, એ લહાવો ચૂકવા જેવો જરાય નહી.
મહારાજે પ્રથમ દિવસે શ્રદ્ધા વિશે સરસ વાત કરી. કથાનો હેતુ ત્યારે જ સરે જ્યારે કહેવા અને સામ્ભળવા, બન્નેમા સરખી શ્રદ્ધા હોય. મહારાજે કહેલુ કે જો આમ હોય તો કથા કર્નાર પણ શ્રીનાથજી અને કથા સામ્ભળનાર પણ શ્રીનાથજી. આપણે જેને elect કરીએ તે નેતા બને, પણ ભગવાન જેને select કરે એને હૈયે જ કથામા ભાગ લેવા જેવુ સત્કર્મ વરે.
આજ સુધી મને ખબર નહોતી કે,ક્રિશ્ના અને શ્રીનાથજી મા ફરક શુ? માત્ર એટલી જ સમજ હતી કે શ્રીનાથજી એટલે ક્રિશ્નાનુ જ એક સ્વરુપ. આ કથામા ગયા પછી જ જાણ્યુ કે, શ્રીનાથજી એટલે કેવળ બીજુ સ્વરુપ જ નહિ, શ્રીનાથજી એટલે ક્રિશ્ના + રાધા. શ્રીનાથજી નો દક્ષિણ ભાગ એટલે ક્રિશ્ના અને વામ ભાગ એટલે રાધા. મને નવાઇ લાગે, આજ સુધી એવો સવાલ કેમ ના થયો કે આપણી હવેલીમા ક્યારેય રાધાજી કેમ નથી? વાસ્તવમા, રાધા અને ક્રિશ્ના નુ એક્મેક સાથેનુ તાદત્મય એટલુ ઉચુ કે શ્રીનાથજીમા તમને બન્ને સાથે, અભિન્ન રુપ મા જોવા મળે.
Will stop here now. If I can go again next week, 'll write more about it.
No comments:
Post a Comment